કોડીનારથી કામ ધંધા અર્થ કચ્છ માં આવેલા દલિત સમાજની મહિલા ને માનસિક ત્રાસ આપી મારી નાખવાની ધમકી.

કોડીનારથી ધંધા રોજગાર માટે આવેલા દલિત સમાજના હંસાબેન ચેતન ભાઈ પરમાર જેઓ છેલા ૧૮ વર્ષથી કચ્છમાં વસાવટ કરી રહ્યા છે. અને હાલમાં તેઓ પરિવાર સહીત બિદડા ગામમાં મારું નગર સોસાયટી ખાતે રહે છે. આ અંગે પીડિત મહિલા એ માહિતી આપતા જણાવ્યું હતું કે. અમદાવાદ થી કચ્છમાં રહેવા આવેલા રાજપૂત સમાજના જયદીપ જાડેજા,
વીર દીપ જાડેજા, કનુભા લદુભા જાડેજા, પવનબા કનુભા જાડેજા, જેઓ બિદડા માં જ તેમની પાડોસમાં જ રહે છે. તેઓ દ્વારા જાતિ અપમાનિત કરી અને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. તેમના પરિવાર ને છેલ્લા ૩ વર્ષથી આ સકશો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. હંસાબેન ને માર પીટ કરીને અને તેમનું હાથ ફેક્ચર કરી નાખવામાં આવ્યું હતું. અને તેમના બાળકને પણ ટૂ વ્હીલરથી ટક્કર મારી ને પગ ફેક્ચર કરી નાખ્યું હતું ત્યારે ઘટના બાબતે પીડિત મહિલા હંસાબેન એ ભીમ આર્મી ભારત એકતા મિશન નો સંપર્ક સાધ્યો હતો. ત્યારે ભીમ આર્મીની ટીમ એ રૂબરૂ મુલાકાત કરી ને એમનો દુઃખ સંભાળીને પીડિત મહિલા તથા તેમના પરિવાર ને ન્યાય મળે તે માટે કોડાય પોલીસ સ્ટેશન ખાતે જઈ અને પી આઈ શ્રી બી પી ખરાડી ને મળ્યા હતા. અને હંસાબેન તથા તેમના પરિવાર ને પોલીસ પ્રોટેક્શન અપાવવા માટે માંગણી કરાઈ છે. ત્યારે પી આઈ શ્રી બી પી ખરાડી દ્વારા આ બાબતે તત્કાલ એક્શન લેવાની ખાત્રી અપાઈ છે. ભીમ આર્મી ભારત એકતા મિશન ટીમ તથા પીડિતા હંસાબેન ને આશ્વાસન આપતા જણાવ્યું છે કે પોલીસની જે પણ કાનૂની કાર્યવાહી કરવાની રહેશે તે આ કેશ માં તત્કાલ ધોરણે કરવામાં આવશે. ભીમ આર્મી ભારત એકતા મિશન માંડવી તાલુકાના પ્રમુખ હરેશ રોશિયા, અને મહેશ્વરી સમાજના ઉપ પ્રમુખ નરેશભાઈ ભોઈયા, ભીમ આર્મી ઉપ પ્રમુખ રાજેશ રતડ, મંત્રી કિસનભાઈ સંજોટ, ભીમ આર્મી નખત્રાણા તાલુકાના મહામંત્રી હીરજી જે ભદ્રુ હાજર રહ્યા હતા. આ પ્રકરણમાં દલિત પરિવારની મહિલાને ન્યાય અપાવવા માટે ભીમ આર્મી ની ટીમ તમને પૂરો સહયોગ કરશે તેવું ટીમ એ જણાવ્યું છે.