ટ્રમ્પની એક પોસ્ટે મચાવ્યો વૈશ્વિક હડકંપ! ઈરાન યુદ્ધ વચ્ચે હવે ગ્રીનલેન્ડમાં ખેલાશે મોટો ‘ઓઇલ ખેલ’

image-267

copy image

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર “Hello, Greenland!” લખીને શેર કરેલી તસવીરે વૈશ્વિક રાજકારણમાં હડકંપ મચાવ્યો છે. ઈરાન સાથેના તણાવ અને હોર્મુઝની નાકાબંધી વચ્ચે, ટ્રમ્પ વહીવટીતંત્ર ગ્રીનલેન્ડને ક્રૂડ ઓઈલના નવા વૈશ્વિક વિકલ્પ તરીકે જોઈ રહ્યું

ગ્રીનલેન્ડ: તેલ અને ઉર્જાનો નવો ખેલ :ઈરાનનો વિકલ્પ: ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં ઊભા થયેલા સંકટને કારણે વૈશ્વિક ઓઇલ સપ્લાય પર જોખમ છે. અમેરિકા ગ્રીનલેન્ડને આ સપ્લાયના મજબૂત વિકલ્પ તરીકે રજૂ કરી રહ્યું છે.ઉત્પાદન ક્ષમતા: અમેરિકન વિશેષ દૂત જેફ લેનડરીના જણાવ્યા મુજબ, ગ્રીનલેન્ડ દૈનિક 20 લાખ બેરલ ઓઇલનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. જો કામ ઝડપથી શરૂ થાય, તો આગામી 10 મહિનામાં જ ઉત્પાદન શરૂ થઈ શકે છે.વ્યૂહાત્મક મહત્વ: આર્કટિક ક્ષેત્રમાં રશિયા અને ચીનના વધતા પ્રભાવને રોકવા માટે પણ અમેરિકા ગ્રીનલેન્ડમાં પોતાનો પગપેસારો કરવા માંગે છે.

સ્થાનિક વિરોધ Go Away!: ગ્રીનલેન્ડમાં અમેરિકાની આ વધતી સક્રિયતાનો સ્થાનિક લોકો દ્વારા જોરદાર વિરોધ થઈ રહ્યો છે. રાજધાની નૂક (Nuuk) માં લોકોએ “અમારે તમારા પૈસા નથી જોઈતા” જેવા પોસ્ટરો સાથે દેખાવો કર્યા હતા. MAGA ટ્રોઝન હોર્સ: પ્રદર્શનકારીઓનું માનવું છે કે અમેરિકા આર્થિક મદદના બહાને ગ્રીનલેન્ડ પર પોતાનું આધિપત્ય જમાવવા માંગે છે.