લખપતના હાજી ઇબ્રાહીમ બેટ પરથી ચરસનાં  11  બિનવારસુ પેકેટ મળી આવ્યા

image-269

copy image

copy image

લખપત તાલુકાના હાજી ઇબ્રાહીમ બેટ પરથી સીમા સુરક્ષા દળની પેટ્રાલિંગ પાર્ટીએ ચરસનાં 11 બિનવારસુ પેકેટ જપ્ત કર્યાં છે.સૂત્રો માંથી મળતી માહિતી અનુસાર  શનિવારે બીએસએફની ટીમ દરિયાકાંઠાના વિસ્તારમાં  પેટ્રાલિંગમાં હતી, ત્યારે હાજી ઇબ્રાહીમ બેટ પરથી આ નશાકારક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો., કબજે કરાયેલાં 11 પેકેટ પૈકી 10 પેકેટ એક જ કોથળામાંથી મળી આવ્યાં હતાં, જ્યારે એક  પેકેટ છૂટી હાલતમાં હતું. બીએસએફ દ્વારા આ ચરસનાં પેકેટોને કબજે કરવામાં આવ્યાં છે અને તેને નારાયણ સરોવર પોલીસ સ્ટેશનને જમા કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.