પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતનાં ક્વેટામાં હુમલો; 30 મોત

copy image

copy image

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતનાં ક્વેટા શહેરમાં રવિવારે રેલવે ટ્રેકની નજીક ભીષણ હુમલો કરાયો હતો, જેની ચપેટમાં જાફર એક્સપ્રેસ ટ્રેન આવી ગઈ હતી. આ હુમલામાં 30 લોકોનાં મોત થયાં હતાં, તો 82 ઘાયલ થયા હતા. મળતી માહિતી અનુસાર વિસ્ફોટ એટલો ખતરનાક હતો કે, ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઊતરી પડયા હતા અને મમન ફાટક વિસ્તારમાં અફરાતફરી મચી હતી. ધડાકા બાદ રેલવે ટ્રેક પર આગ લાગી ગઈ હતી. અગ્નિશામક દળ, પોલીસ સુરક્ષાદળના જવાનો તરત ધસી ગયા હતા અને રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે બતાવ્યા અનુસાર ધડાકાથી આસપાસની ઈમારતોની બારીઓના કાચ તૂટી ગયા હતા. કોઈ સંગઠને તરત હુમલાની જવાબદારી લીધી નહોતી.  સુરક્ષા એજન્સીઓ આ જીવલેણ ધડાકાને આતંકવાદી હુમલાનું કૃત્ય માનીને તપાસ કરી રહી છે.