આધાર પુરાવા વગરના ડીઝલના જથ્થા સાથે બે ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ ભુજ!”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ વિરમભાઇ ગઢવી તથા અનીલભાઇ ખટાણાનાઓ લખપત તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન લાખાભાઇ રબારી તથા વિરમભાઇ ગઢવી નાઓને ખાનગી અને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ હતી કે, સિકંદર રમધાન જત તથા હનિફ અલિમામદ જત રહે. બને- ખાણોટ તા.લખપત-કચ્છવાળાઓ સાથે મળી સિકંદર પોતાના કબ્જાની મો.સા. પર ચોરી કે છળકપટથી ડિઝલનો જથ્થો મેળવી જી.એમ.ડી.સી. પાન્થ્રોથી ખાણોટ ગામ તરફ કાચા રસ્તા પરથી ખાણોટ ગામ આવી રહેલ છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા બે ઇસમો મળી આવેલ અને મજુકર ઇસમો પાસે બેરલમાં ડિઝલ ભરેલ હોય જે બાબતે મજકુર ઇસમ પાસે કોઇ બીલ કે આધાર પુરાવા માંગતા મજકુરે કોઇ આધાર પુરાવા રજુ કરેલ નહી. જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ – ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ નારાયણ સરોવર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.

  • કબ્જે કરેલ મુદ્દામાલ
  • પ્લાસ્ટિકના બેરલ નંગ- ૦૧ જેમા ૬૦ લીટર ડીઝલ કુલ્લે કી.રૂ. ૫,૪૦૦/-
  • ડીઝલના સંગ્રહ તેમજ હેર ફેર માટે ઉપયોગમાં લીધેલ મો.સા. રજી. GJ 12 HF 7490 વાળી કિ.રૂ. ૫૦,૦૦૦/-
  • પકડાયેલ ઇસમ

સિકંદર રમધાન જત ઉ.વ.-૨૧ ધંધો-ડ્રાઈવિંગ રહે.ખાણોટ તા.લખપત કચ્છ

હનિફ અલિમામદ જત ઉ.વ.-૧૮ ધંધો-મજુરી રહે. ખાણોટ તા.લખપત કચ્છ