ઈબોલા વાઈરસ અંગે ભારત સરકારનું ઍલર્ટ, 3 દેશોની બિનજરૂરી મુસાફરી ટાળવા આપી સલાહ

image-282

copy image

copy image

 આફ્રિકી દેશોમાં ગતિભેર ફેલાઈ રહેલા ઈબોલા વાયરસના સંક્રમણને ગંભીરતાથી લેતાં ભારત સરકારે રવિવારે હાઈએલર્ટ જારી કર્યું હતું અને વધુ એકવાર એડવાઈઝરી જારી કરી હતી. એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને યુગાંડા, કોંગો અને દક્ષિણ સુદાનની યાત્રા નહીં કરવાની સલાહ અપાઈ હતી. દરમ્યાન, વિશ્વ આરોગ્ય સંગઠનએ આ સ્થિતિને `જાહેર આરોગ્ય કટોકટી’ ઘોષિત  કરી હતી. જો કે, હાલ તુરત તેને `મહામારી’ની શ્રેણીમાં નહીં રખાય, તેવું `હૂ’એ સ્પષ્ટ કર્યું હતું. જે ભારતીય નાગરિક કોંગો, યુગાંડા, દક્ષિણ સુદાનમાં રહે છે અથવા એ દેશોની યાત્રાએ ગયા છે, તેમને સ્થાનિક આરોગ્ય વિભાગોના દિશાનિર્દેશોનું કડકપણે પાલન કરવા ભારત સરકારની એડવાઝરીમાં જણાવાયું છે. ભારતીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે, આજની તારીખે તો ભારતમાં બંડી બુગ્યો સ્ટ્રેનથી સંક્રમિત ઈબોલાનો કોઈ કેસ સામે આવ્યો નથી. જો કે, તેમ છતાં મંત્રાલય આંતરરાષ્ટ્રીય સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.