યુક્રેન પર રશિયાનો ખૌફનાક હુમલો, વિનાશકારી હાઈપરસોનિક મિસાઈલ છોડી, રાજધાની કીવમાં કંપારી

image-285

copy image

copy image

યુક્રેનની રાજધાની કીવમાં રવિવારે રાત્રે હુમલા થયા હતા. જેમાં રશિયાએ પરમાણુ સંપન્ન ઓરેશનિક હાઇપરસોનિક મિસાઇલનો ઉપયોગ કરતાં ચિંતા ફેલાઇ છે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર  રશિયાએ ડ્રોન અને મિસાઈલોનો વરસાદ કરી દીધો હતો. આ હુમલો છેલ્લા અમુક અઠવાડિયામાં થયેલા સૌથી મોટા હુમલામાંનો એક મનાય છે. જેનાથી શહેરના ઘણા હિસ્સામાં આગ, વિસ્ફોટ અને ધુમાડાના ભયાનક દૃશ્યો જોવા મળ્યા હતા. અહેવાલ મુજબ રશિયાએ હાઈપરસોનિક મિસાઈલ સહિત 600 ડ્રોન અને 90 મિસાઈલનો ઉપયોગ યુક્રેન વિરુદ્ધ કર્યો હતો. આ હુમલામાં ચાર લોકોનાં મૃત્યુ અને 83 જણ ઘવાયાના અહેવાલ પણ સામે આવ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ  જણાવ્યું કે, રૂસે ઓરેશનિક મિસાઇલથી કીવના બિલાત્સેર્કવામાં હુમલો કર્યો હતો. જો કે, તેમણે એ જણાવ્યું ન હતું કે, મિસાઇલનું લક્ષ્ય શું હતું. આ હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોનાં મૃત્યુ થયાં છે અને ડઝનેક લોકોને ઈજા પહોંચી છે.