ભુજની સંસ્કૃત પાઠશાળા ખાતે હાટકેશ સેવા મંડળ તેમજ સહકાર સેવા મંડળ દ્વારા કચ્છી આર્ટસ ટ્રસ્ટ ના પ્રમુખ નું સન્માન કરાયુ

ભુજની સંસ્કૃત પાઠશાળા ખાતે હાટકેશ સેવા મંડળ તેમજ સહકાર સેવા મંડળ દ્વારા સન્માન કરાયું*
ભુજ : કચ્છી આર્ટસ ટ્રસ્ટ તરફથી હાટકેશ સેવા મંડળ તેમજ સહકાર સેવા મંડળ દ્વારા સ્વચ્છ અને સુંદર કામગીરી કરનાર કચ્છી આર્ટસ પ્રમુખ કુંભાર રમજુભાઈ (માનકુવા) નો સાલ ઓઢાડી હાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાંઆ પ્રસંગે સહકાર સેવા મંડળના પ્રમુખ ઝહીરભાઈ સમેજા,હાટકેશ સેવા મંડળના પ્રમુખ વિભાકરભાઈ અંતાણી અને અંબિકા મહિલા મંડળ ના પ્રમુખ જયશ્રીબેન હાથી, હેમાંશુભાઇ અંતાણી,રાજીવભાઈ મહેતા, આશિષ વૈદ્ય,આશાબેન સ્વાદિયા, દર્શનાબેન મુનશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હિંદુ મુસ્લિમ એકતાના દર્શન થયા હતા તો રમજુભાઈ દ્વારા લોકોને પૂરતો સહયોગ મળી રહેશે તેવું જણાવી આભાર વ્યક્ત કર્યો હતો