ચીને ભારતને  આંખ દેખાડી

તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાના મુદ્દે ચીને ફરી એકવાર તમામ હદ વટીને ભારતને  આંખ દેખાડી છે. સૂત્રો મુજબ લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારો ઉપર ખોટો દાવો કરતા ચીને ભારતને દલાઈ લામા મુદ્દે દૂર રહેવા ચેતવણી આપી છે. ચીને જણાવ્યું કે, આ અમારો આંતરિક મામલો છે અને તેમાં વચ્ચે પડવું નહીં. દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગીથી ચીન ગભરાયેલું છે. દિલ્હી સ્થિત ચીનના દૂતાવાસે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, આ ચીનની આંતરિક બાબત છે અને ભારતે તેનાથી દૂર રહેવું જોઈએ. ચીની પ્રવક્તા યૂ જિંગે પોતાનાં સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે, દલાઈ લામાના ઉત્તરાધિકારીની બાબત સંપૂર્ણપણે ચીનની આંતરિક બાબત છે. ભારતે તેમાં દખલઅંદાજી કરવી ન જોઈએ. ચીની દૂતાવાસે ભારત પાસે એવી માગણી પણ કરી છે કે, ભારતની ધરતીનો ઉપયોગ તિબેટની આઝાદીની માગ કરતાં સંગઠનો અને તેનાં નેતાઓને મંચ આપવા માટે ન કરવો જોઈએ.. 14મા દલાઈ લામાને પણ આ પ્રક્રિયા હેઠળ જ માન્યતા આપવામાં આવી હતી. દલાઈ લામાનાં પુનર્જન્મનો મુદ્દો ચીનની બાબત હોવાથી તેમાં કોઈ બહારી હસ્તક્ષેપ હોવો જોઈએ નહીં. ભારત આ પ્રતિબદ્ધતાઓનું પાલન કરશે તેવી ચીનને આશા છે.