ખાવડા આરઈ પાર્ક જતા રસ્તા પર ભયંકર અકસ્માત:એકનું મોત

ખાવડા આરઈ પાર્ક જતા રસ્તા પર ભયંકર અકસ્માત

આજે વહેલી સવારે પવનચક્કી ટ્રેલર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું

અકસ્માત એટલો ભયંકર હતો કે ડમ્પરની કેબીનનો બુકડો બોલી ગયો

ઘટનાની જાણ થતા પશ્ચિમ કચ્છ ખાવડા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી

ખાવડા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી

કચ્છમાં નિયમો વિરુદ્ધ બેફામ દોડતા પવનચક્કીના ભારે વાહનોના કારણે અનેક ગંભીર અકસ્માતો સર્જાયા છે

ભયકંર અકસ્માતોમાં મોત થઇ રહ્યા હોવા છતાં વહીવટી તંત્ર અને RTO વિભાગ ઘોર નિંદ્રામાં