11 દિવસમાં સાડાસાત રૂપિયાનો વધારો :પેટ્રોલ 2.61-ડીઝલના 2.71 વધ્યા ભાવ

copy image

copy image

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ દુનિયાભરમાં ઊર્જા સંકટથી મોંઘવારીનો માર મારી રહ્યું છે. વિવિધ રાજ્યોમાં ચૂંટણીઓ પૂરી થતાંની સાથે જ ભારતમાં પણ ઈંધણ ભાવવધારાનો દોર શરૂ થયો છે.પ્રાથમિક માહિતી મુજબ છેલ્લા 11 જ દિવસમાં ચોથીવાર વધારો થતાં સોમવારે પેટ્રોલ 2.61 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 2.71 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું હતું. પેટ્રોલ-ડીઝલના ભાવમાં માત્ર 11 દિવસમાં સાડાસાત રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. આ ઉછાળાથી ઉચાટ વચ્ચે સામાન્ય જનતામાં એ વાતનો અજંપો છે કે, આ ભાવવધારા પર રોક ક્યારે લાગશે ! બન્ને `જીવનજરૂરી’ બની ચૂકેલા ઈંધણોના ભાવમાં વણથંભ્યા વધારાની અસર રૂપે અન્ય વસ્તુઓ, સેવાઓ પણ મોંઘી બનવા માંડી છે. માલ પરિવહન મોંઘું થતાં બીજાં રાજ્યોમાંથી આવતા શાકભાજી, ફળ, રાશન મોંઘા થાય છે. ખેતીમાં ખર્ચ વધતાં અનાજ મોંઘા થાય છે. રિક્ષા, બસ જેવાં જાહેર પરિવહનનાં  વાહનોની યાત્રા પણ મેંઘી થવા માંડી છે. આ સ્થિતિએ દેશના નીતિનિર્માતાઓને બેહદ મુશ્કેલ વળાંક પર લાવી મૂક્યા છે. ઈંધણના વધતા ભાવથી પરિવહન મોંઘુ થતાં ભોજન, અન્ય ચીજો, સેવાઓ મેંઘી થવાથી સામાન્ય જનતા પર બોજ વધ્યો છે.