લીઝ બહારથી ખોદકામ કરી લીઝમાં ગેરકાયદેસર સંગ્રહ કરેલ જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

“ખનીજ ચોરી ઉપર અંકશ લાવવા માટે કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બેન્ટેનાઇટનું ખનન કરી લીઝ બહારથી ખોદકામ કરી લીઝમાં ગેરકાયદેસર સંગ્રહ કરેલ જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારી તથા અનિલભાઇ ખટાણા તથા વિરમભાઇ ગઢવીનાઓ અબડાસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, “રાયધણઝર ગામની ઉતર બાજુની સીમમા ગેરકાયદેસર તેમજ શંકાસ્પદ બેન્ટોનાઇટનુ ખોદકામ ચાલુમાં છે અને સદર બેન્ટોનાઇટ ખનીજ લીઝ બહાર સંગ્રહ કરે છે.” જે હકીકત આધારે તપાસ કરતા બેન્ટોનાઇટ ખનીજ લીઝ બહારથી ખોદકામ કરી લીઝ અંદર સંગ્રહ કરેલ હોવાની હકીકત જણાઇ આવતા ખાણખનીજ ધારા કલમ ૩૪ મુજબ હીટાચી મશીન તથા બે આઇવા ટ્રકને ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ ભુજ નાઓને આગળની કાર્યવાહી માટે રીપોર્ટ કરેલ છે.