કચ્છના દરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું: ગુજરાત ATS, કોસ્ટગાર્ડનું ઓપરેશન

ગુજરાતના જળમાર્ગ નો ફરી એક વખત ડ્રગ્સ ઘુસાડવા માટે ઉપયોગ થતો હોવાનું સામે આવી રહ્યું છે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગુજરાત ATS કોસ્ટ ગાર્ડ અને લોકલ એસોજીની ટીમે કચ્છના દરિયામા એક જહાજ પરથી 110 કિલો કેકોઇન ઝડપી પાડ્યું છે જેની અંદાજિત બજારમાં કિંમત 200 કરોડ રૂપિયા છે તેમજ આ ઝડપાયેલો ડ્રગ્સ નો જથ્થો યુરોપથી આવ્યો હોવાનું સામે આવ્યું છે ટ્રક સાથે કેટલાક શકમંદો મળી આવતા તેને અટકમાં લઈ તપાસ કરવામાં આવી છે જોકે આ જથ્થો કોને મોકલ્યો છે અને કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો તેની હાલ તપાસ ચાલી રહી છે ગુજરાત એટીએસ બપોરે પ્રેસ કોન્ફરન્સ કરી વધુ તપાસો જાહેર કરી શકે.