કચ્છના અખાતમાં ATSનું મોટું ઓપરેશન, 200 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું

image-301

કચ્છના અખાતમાં ગુજરાત ATS અને લોકલ SOG દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા મોટા ઓપરેશનમાં 200 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.

પાકિસ્તાનના પોર્ટ કાસીમથી આવેલું એક જહાજ દરિયાથી પોર્ટ ઉપર લાવી તપાસ કરતાં મોટી માત્રામાં માદક પદાર્થ મળી આવ્યો હતો.

હાલ ATS અને SOGની ટીમ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.