અમેરિકાની પેપર મિલમાં પ્રચંડ વિસ્ફોટ: કેમિકલ ટેન્ક ફાટતાં અનેકના મોત, 9 ગુમ

copy image

અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ વોશિંગ્ટનમાંથી એક અત્યંત ભયાનક અને હૃદયકંપાવનારી દુર્ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં આવેલી એક પલ્પ અને પેપર મિલમાં કેમિકલ ટેન્ક અચાનક ફાટવાને કારણે મોટો બ્લાસ્ટ થયો છે. આ ભયાનક વિસ્ફોટમાં અનેક લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 9 લોકો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક ફાયર ડિપાર્ટમેન્ટ અને કંપની પ્રશાસન દ્વારા આ દુર્ઘટના સ્થળને ‘માસ કેઝ્યુઅલ્ટી સીન’ (સામૂહિક હતાહત સ્થળ) ઘોષિત કરવામાં આવ્યું છે.મિલમાં 1,000 થી વધુ કર્મચારીઓ કાર્યરત હતા વોશિંગ્ટન સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોલોજીના જણાવ્યા અનુસાર, આ લિક્વિડ પેકેજિંગ પ્લાન્ટ અને પેપર મિલ ખૂબ જ મોટા પાયે કાર્યરત છે, જ્યાં અંદાજે 1,000 જેટલા કર્મચારીઓ કામ કરે છે. આ પ્લાન્ટમાં મુખ્યત્વે ટિશ્યુ પેપર, પ્રિન્ટિંગ પેપર, કાર્ટન અને કપ-પ્લેટ બનાવવા માટેના મટીરિયલનું ઉત્પાદન કરવામાં આવે છે. આ મોટી હોનારતને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને તંત્ર દ્વારા બ્લાસ્ટના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.