પાકિસ્તાન મધ્યસ્થ બનવાને લાયક નથી: ટ્રમ્પના નજીકના સેનેટર લિન્ડસે ગ્રાહમનો મોટો હુમલો
copy image

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષ દરમિયાન પાકિસ્તાન ની મધ્યસ્થ તરીકેની ભૂમિકાને લઈને અમેરિકામાં પ્રશ્નો ઊભા થયા છે. અમેરિકાના સિનિયર રિપબ્લિકન સેનેટર Lindsey Graham એ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પાકિસ્તાન પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે અને તેને યુદ્ધમાં મધ્યસ્થી તરીકે રાખવાને લાયક નથી. ગ્રાહમ, જેઓ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ Donald Trump ના નજીકના નેતા માનવામાં આવે છે, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે ઇઝરાયેલ પ્રત્યે પાકિસ્તાનની દુશ્મની જૂની અને જાણીતી છે. તેથી તે નિષ્પક્ષ મધ્યસ્થ બની શકે નહીં. આ વિવાદ ત્યારે વધુ ગરમાયો જ્યારે પાકિસ્તાનના રક્ષા મંત્રી Khawaja Asif એ કહ્યું કે પાકિસ્તાન ક્યારેય “અબ્રાહમ અકોર્ડ્સ”નો ભાગ નહીં બને. આ કરાર દ્વારા ઇઝરાયેલ અને અનેક અરબ દેશો વચ્ચે રાજદ્વારી ,આર્થિક અને સુરક્ષા સંબંધો સામાન્ય બનાવાયા હતા.ગ્રાહમે વધુમાં દાવો કર્યો કે ઈરાનના કેટલાક સૈન્ય વિમાનો પાકિસ્તાની એરબેઝ પર રાખવામાં આવ્યા હોવાની વાતોને સંપૂર્ણપણે નકારી શકાય નહીં. તેમણે ઇઝરાયેલ વિરોધી પાકિસ્તાની નેતાઓના જૂના નિવેદનોને પણ “ચિંતાજનક” ગણાવ્યા.