ગુજરાત ભાજપ ના કદાવર નેતા, માજી સાંસદ અક્ષર નિવાસી અનંતભાઈ દવેની જન્મજયંતિ નિમિતે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

આજરોજ ગુજરાત ભાજપના કદાવર નેતા, કચ્છ ભાજપના ભિષ્મપિતામહ અક્ષર નિવાસી અનંતભાઈ દવેની જન્મજયંતિ નિમીત્તે ભુજ નગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને હાસરોપણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ હતું.

ઉપરોક્ત પ્રસંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહે શ્રધ્ધાસુમન અર્પણ કરતા જણવ્યું હતું કે સ્વ. અનંતભાઈ દવેનું યોગદાન ભારતીય જનતા પાર્ટી કદી ભુલી શકશે નહિ. તેમની જનસંઘ થી ભારતીય જનતા પાર્ટી સુધીની યાત્રા તેમજ તેમની મહેતનનો જે સિંહફાળો છે તે લોકોને થાદ રહેશે, આજના દિવસે ભુજ શહેર મધ્યે આવેલ તેમની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો મોકો મળ્યો તે બદલ હું ખુબ ધન્યતા અનુભવું છું.

ઉપરોક્ત પ્રસંગે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કર, ભુજ શહેર ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલય ગોસ્વામી ભુજ નગરપાલિકાના નગરસેવકો પ્રશાંતભાઈ ગોસ્વામી, હરેશભાઈ મહેશ્વરી, ચંદ્રેશભાઈ રબારી, હિરેનભાઈ ઠક્કર, હમ્મીતાબેન ગોર, વંદનાબેન પરમાર તથા સંગઠનના હોદ્દેદારો તેમજ અન્ય સામાજિક આગેવાનો વગેરે ઉપસ્થિત રહીને શ્રધ્ધાંજલિ આપી હતી.