નીલપર ગામના સરપંચ શ્રીમતિ રાણીબેન ભીખુભાઈ  સોલંકી અને રાપર ના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયાની રજુઆત

નીલપર ગામના સરપંચ શ્રીમતિ રાણીબેન ભીખુભાઈ  સોલંકી અને રાપર ના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયાની રજુઆત ના પરિણામ સ્વરૂપે રાપર સબ સ્ટેશનથી નીકળતા નીલપર એ.જી. ફીડરમાં સિંગલ ફેઝ વીજ પુરવઠો શરૂ થયો. પે.હે.- નીલપર ગામ તથા આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી સિંગલ ફેઝ વીજ પુરવઠાની માંગ ઉઠતી હતી.આ બાબતે નીલપર જૂથ ગ્રામ પંચાયત સરપંચ રાણીબેન ભીખુભાઈ સોલંકી દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (PGVCL) સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. તા.૨૯/૦૮/૨૦૨૫ ના રોજ સરપંચશ્રી રાણીબેન ભીખુભાઈ સોલંકી અને રાપરના પૂર્વ ધારાસભ્યશ્રી સંતોકબેન આરેઠીયા દ્વારા વિશેષ મુખ્ય ઈજનેરશ્રી, PGVCL કચ્છ કચેરીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ સતત રજૂઆતો અને ગ્રામજનોની માંગને ધ્યાને લઈ આજ રોજ નીલપર એ.જી. ફીડરમાં સિંગલ ફેઝ વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ઘરેલુ ઉપયોગ માટે વીજળીની વધુ સુવિધા મળશે તેમજ રોજિંદા જીવનમાં સરળતા રહેશે. પૂર્વ ધારાસભ્યશ્રી અને સરપંચશ્રી દ્વારા PGVCL ના અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ ગામના વિકાસલક્ષી પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સહકારની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.