ગાંધીધામ રેલવે પોલીસની મોટી કાર્યવાહી : સેમી ઓટોમેટિક પિસ્ટલ, મેગેઝીન અને જીવતા કારતુસ સાથે એક આરોપી ઝડપાયો

ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનને હથિયાર સંબંધિત ગુનામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. પેટ્રોલિંગ દરમિયાન રેલવે સ્ટેશન પ્લેટફોર્મ-૧ થી બહાર નીકળતા મુખ્ય દરવાજા પાસે બ્લૂ કલરના શોલ્ડરબેગ સાથે એક ઈસમ, ફરજ ઉપરના પોલીસ કર્મચારીઓને જોઈ લપતો છુપાતો ભાગવાની કોશિશ કરતો હોવાનું જણાતા તેને ઝડપી તેની પાસેથી દેશી બનાવટની સેમી ઓટોમેટિક પિસ્ટલ (કિંમત રૂ. 25,000), બે મેગેઝીન (કિંમત રૂ. 1,000) તથા જીવતા કારતુસ નં. 14 (કિંમત રૂ. 1,400) મળી કુલ રૂ. 27,400 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કામગીરી પશ્ચિમ રેલવે અમદાવાદના પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનના પો.ઇન્સ્પેક્ટર પી.આર. સોલંકીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પકડાયેલ આરોપી અજયકુમાર સ/ઓ મનોજકુમાર નૈન વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સફળ કામગીરીમાં પો.ઇન્સ્પેક્ટર પી.આર. સોલંકી, ASI અરજણભાઈ સોમાભાઈ, HC અમરસિંહ કીર્તિસિંહ, HC રાજુભાઈ નારણભાઈ, PC કાનાભાઈ મનસુખભાઈ, PC હલુભાઈ રાજુભાઈ, PC દિનેશભાઈ મોવજીભાઈ તથા PC મહેશભાઈ ભરતભાઈએ મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી.