કોકેઇન ઝડપવામાં સફળતા બદલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યાં અભિનંદન

image-320

કચ્છમાંથી 188 કિલોગ્રામ કોકેઇનનો જથ્થો ઝડપવામાં મળેલી સફળતા બદલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના આતંક વિરોધી દળ , ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને કચ્છ એસઓજીને અભિનંદન આપી પીઠ થાબડી હતી. નાયબ મુખ્યમંત્રીએ `એક્સ’ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, 115 કિલો કોકેઇન, 1000 કરોડ રૂપિયા, પર્દાફાશ, ગુજરાત એટીએસ, ભારતીય કોસ્ટગાર્ડ અને કચ્છ એસઓજી એક થઇને કામ કરી રહ્યા છે. વધુમાં તેઓએ કે, તેઓ કડક કાર્યવાહી કરી રહ્યા છે. નાયબ સીએમે પોસ્ટમાં જણાવ્યું હતું કે, ગુજરાત ડ્રગ્સનું પ્રવેશદ્વાર બનશે નહીં. કામગીરીમાં જોડાયેલા દરેકને અભિનંદન એમ સંઘવીએ જણાવ્યું હતું.