ભુજમાં પોલીસ ફરિયાદનું મનદુ:ખ રાખી પતિ સહિતના શખ્સોએ  પરિણીતા  અને તેની માતા ઉપર હુમલો કર્યો

maramari

copy image

copy image

ભુજમાં પોલીસ ફરિયાદનું મનદુ:ખ રાખી પતિ સહિતના શખ્સોએ  પરિણીતા  અને તેની માતા ઉપર હુમલો કર્યો હોવાનો બનાવ બન્યો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી અનુસાર આ બનાવ ગત  રાત્રિના 10.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપીઓએ ફરિયાદીની માતા અને તેના ભત્રીજાને છરી, ધોકા વડે માર માર્યો હતો. ત્રણેયને માથાં સહિતના ભાગમાં ઈજાઓ પહોંચતાં સારવાર  માટે ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે.  પોલીસે ગુનો નોંધી વધુ  તપાસ હાથ ધરી છે.