પેટ્રોલીયમ પદાર્થોની ઉપલબ્ધિ અને પુરવઠાની સ્થિતિ અંગે રાજય સરકાર તથા જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા સતત મોનીટરીંગ અને વિષ્લેશણ

સાંપ્રત વૈશ્વિક પરિસ્થિતિ અન્વયે ડિઝલ તથા પેટ્રોલ પંપોની સપ્લાય ચેઇનને પડેલ વ્યાપક અસરના અનુસંધાને પેટ્રોલીયમ પદાર્થોની ઉપલબ્ધિ અને પુરવઠાની સ્થિતિ અંગે રાજય સરકાર તથા જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા સતત મોનીટરીંગ અને વિષ્લેશણ કરવામાં આવી રહયું છે. કચ્છ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અને સ્ટ્રેટેજીક ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટને ધ્યાને લઇ, ઓઈલ માર્કેટીંગ કંપનીઓના સંકલન અને સરકારનાં હસ્તક્ષેપનાં પરીણામે આઉટલેટસનાં પડતર ઇન્ડેન્ટસ સમયસર અને નિયમિત કલીયર કરવામાં આવી રહયા છે. જિલ્લાના કન્ઝયુમર પંપ ડીલર્સ અને ઉપયોગકર્તા સાથે જિલ્લા તંત્ર મારફતે સરકારશ્રી તરફથી થયેલ વાટાઘાટોથી બલ્ક ભાવે જથ્થો ખરીદ કરવાની પ્રક્રિયામાં વધારો જોવા મળેલ છે. જેથી રીટેલ આઉટલેટ પર ઘસારો ઓછો જોવા મળેલ છે. જિલ્લામાં અવિરત જથ્થો મળતો રહે તે સતત મોનીટર કરવામાં આવી રહેલ છે. તેમજ જિલ્લામાં આવેલા રીટેલ આઉટલેટસ પંપોના ખરીદ અને વેચાણની વિગતોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી રહી છે. અને રાજય સરકારશ્રી તરફથી કોઇ રીટેલ આઉટલેટ ડ્રાય ન રહે તેની ખાસ તકેદારી સતત રાખવામાં આવી રહેલ છે તાલુકા-જિલ્લા કક્ષાએથી ટીમોની રચના કરી સતત ઝુંબેશ સ્વરૂપે સરકારશ્રીની ડિઝલ-પેટ્રોલ પુરવઠા અંગેની માર્ગદર્શીકા મુજબ અમલીકરણ કરાવી કાળા બજારી, ગેરરીતીઓ અને ડાયવઝર્ન અટકાવવા સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહેલ છે. જેના અનુસંઘાને સમગ્ર જિલ્લામાં આવેલા પેટ્રોલ-ડિઝલ આઉટલેટસ પર છેલ્લા બે દિવસમાં ડિઝલના જથ્થા સપ્લાય-વેચાણ અંગે પરિસ્થિતિમાં સુધારો થયેલ છે. વિરોષમાં જાહેર જનતાને સાંપ્રત પરિસ્થિતિમાં સોશીયલ મીડીયા કે અન્ય માધ્યમો તરફથી ફેલાતી ખોટી અફવાઓને ધ્યાને લઇ બિન જરૂરી પેનિક ન થવા અનુરોધ કરવામાં આવે છે.