અબડાસાના સુથરી ગામે લખન ધુવાનું ભવ્ય સ્વાગત!
copy image

copy image
અબડાસા તાલુકાના સુથરી ગામની ધરતી પર લોકપ્રિય સામાજિક કાર્યકર લખન ધુવાની એન્ટ્રી થતાં જ ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
લખન ધુવાના આગમન સાથે જ સુથરી ગામના ભાઈઓ-બહેનોએ મોટી સંખ્યામાં એકઠા થઈને પ્રેમના ફૂલ વરસાવી ભવ્ય સ્વાગત કર્યું હતું. ગામમાં ઢોલ-નગારા સાથે વાતાવરણ ઉત્સાહમય બની ગયું હતું.
લખન ધુવાએ પણ ગ્રામજનોના આ પ્રેમ અને આવકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો