કરોડોના કોકેઈનની ડિલિવરી લેનારા બે આરોપી 10 દિવસના રિમાન્ડ મંજૂર

copy image

copy image

મુંદરાના દરિયાકાંઠેથી 1,150 કરોડનો કોકેઈનનો મુદામાલ ઝડપયાના બનાવમાં બે આરોપીને મુંદરાની કોર્ટમાં રજૂ કરાતાં 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે,  જેમાં તેની સઘન પૂછપરછ તેમજ અન્ય ચોંકાવનારી વિગતો સામે આવવાની સંભાવના દેખાઈ રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને સ્થાનિક એસઓજીએ સર્ચ ઓપરેશન આદરીને જહાજમાંથી કેકેઈન 115 પેકેટ જેનું વજન 118.977 કિ.ગ્રા. ઝડપાયું હતું જે કરોડોનો કોકેઈનના જથ્થાને દિલ્હી ખાતે રહેતા કેલ્વિન ચુકવુઆમા તથા બ્યારુહન્ગા જેમ્સને ડિલિવરી કરવાના હતા. મૂળ યુગાન્ડાના બ્યારુહન્ગા અને નાઈઝીરિયાના કેલ્વિનની અટકાયત બાદ ગુજરાત એટીએસે બન્નેને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે મુંદરાની કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓની સઘન પૂછતાછમાં વિવિધ કડીઓ મળતાં અન્ય ચોંકાવનારા ખુલાસાઓની સંભાવના વ્યક્ત થાય તેવું લાગી રહ્યું છે.