સૌથી લાંબો સી બ્રિજ ખંભાતના અખાતમાં

copy image

copy image

ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઈતિહાસમાં એક સોનેરી અધ્યાય જોડાવા જઈ રહ્યો છે.પ્રાથમિક વિગતો મુજબ કેન્દ્ર સરકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કરોડો લોકોને વર્ષોની મુશ્કેલીથી આઝાદ કરાવવા માટે એક મહત્ત્વાકાંક્ષી યોજના ઉપર મહોર લાગાડી છે. સરકારે પ્રોજેક્ટનો ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ ઝડપથી તૈયાર કરવા માટે એજન્સીઓ પાસેથી બોલી મગાવવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. આ હાઇ વે પ્રોજેક્ટનાં કારણે ભાવનગર અને સુરતની દૂરી લગભગ 240 કિમી ઘટી જશે. જેનાથી કરોડોનું ઇંધણ બચશે. વર્તમાન સમયે ભારતનો સૌથી લાંબો સી બ્રિજ અટલ સેતુ 21.8 કિમીનો છે. જો કે ખંભાતના અખાત ઉપર બનનારો સી બ્રિજ 30 કિમી લાંબો હશે. જેમાં લગભગ 7થી 8 કલાક લાગે છે. જો કે નવા એક્સપ્રેસવે અને પીએમ ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ પ્રસ્તાવિત લગભગ 30 કિમી લાંબા સી બ્રિજથી આ દૂરી માત્ર 45 મિનિટથી એક કલાકમાં પૂરી થઈ શકશે. સી બ્રિજ શરૂ થતા ભાવનગરમાં અલંગ યાર્ડ અને આસપાસના ઉદ્યોગો માટે લોજિસ્ટિક કોસ્ટમાં ભારે કમી આવશે.