ગુજરાતની દીકરીએ હિમાલયમાં લહેરાવ્યો તિરંગો
પાલનપુરની 8 વર્ષની નિક્ષા બારોટે માત્ર 7 દિવસમાં સર કર્યો એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક, 17,598 ફૂટ ઊંચાઈએ યોગ સાથે ગાયું રાષ્ટ્રગાન પિતા-પુત્રીની જોડીએ દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા અભિનંદન. બનાસકાંઠાના પાલનપુરની માત્ર 8 વર્ષની સાહસિક દીકરી નિક્ષા નીલેશભાઈ બારોટે હિમાલયમાં 17,598 ફૂટની કપરી ઊંચાઈએ આવેલ ‘એવરેસ્ટ બેઝ કેમ્પ’ (EBC) પર સફળતાપૂર્વક તિરંગો લહેરાવ્યો છે。તેણે આ પડકારજનક ટ્રેક માત્ર 7 દિવસના ટૂંકા ગાળામાં પૂર્ણ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે,
