ભુજ શહેરમાં ત્રણેક વર્ષ પહેલા ભીડનાકા બહાર થયેલ હત્યાના કેસમાં આરોપીનો નિર્દોષ સાબિત

copy image

copy image

ભુજ શહેરમાં ત્રણેક વર્ષ પહેલા ભીડનાકા બહાર થયેલ હત્યાના કેસમાં આરોપીનો નિર્દોષ સાબિત થયો. સૂત્રો દ્વારા મળતી ટૂંક માહિતી અનુસાર ગત તા. 7/5/23ના ફરિયાદીએ આરોપી વિરુદ્ધ દર્જ કરાવેલી ફરિયાદ અંતર્ગત આરોપી આમત્રંણ વગર લગ્નમાં આવ્યો તે દરમ્યાન ઝઘડો થતાં આરોપીએ તેની પાસે રહેલી છરીથી મૃતક અને ફરિયાદીને છરીના ઘા માર્યા હતા જેમાં ગંભીર ઇજા પામનારનું મૃત્યુ થયું હતું અને ફરિયાદીને નાની મોટી ઇજાઓ થઇ હતી. આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં 21 સાક્ષીઓ અને કેટલાક પુરાવા રજૂ થયા હતા. બંને પક્ષકારોને સાંભળી સેન્શન કોર્ટે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂક્યો છે.