ચંડીસર ખાતે 27 ગોળ ઠાકોર સમાજ કેળવણી મંડળ દ્વારા વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

આજે ચંડીસર ખાતે 27 ગોળ ઠાકોર સમાજ કેળવણી મંડળ દ્વારા આયોજિત પ્રથમ વિધાર્થી સન્માન સમારોહ માં કુલ 275 જેટલા વિધાર્થીઓ જેમાં ધોરણ 8 થી કોલેજ સુધી, પોસ્ટ ગ્રેગ્યુએટ, વિશિષ્ટ લાયકાત ધરાવતા નું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ધોરણ 10 ધોરણ 12 પછી ના કારકિર્દી માર્ગદર્શન નો સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ ને ચંડીસર ની બાળાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સમારોહ નું આયોજન અને સંચાલન સમસ્ત ઠાકોર સમાજ, ચંડીસર દ્વારા કરવામાં આવ્યું હતું.