વાંકાનેર ના પલાસ ચોકડી પાસે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ ઘાયલ હોસ્પિટલમાં ખસેડાયા

વાંકાનેર ના પલાસ ચોકડી પાસે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ ઘાયલ હોસ્પિટલમાં ખસેડાયાવાંકાનેર તાલુકાના પલાસ ચોકડી નજીક પેટ્રોલ પંપ પાસે આજે બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયોહતો.પ્રાથમિક માહિતી મુજબ બંને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઈક સવારો રોડ પર ફંગોળાઈ ગયા હતા.અકસ્માતનો ભયાનક અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.આ ગંભીર અકસ્માતમાં કુલ ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની પ્રાથમિક માહિતી મળી છે.અગત્યની સલાહ: વાહન ચલાવતી વખતે સાવચેતી રાખો, મોબાઈલનો ઉપયોગ ટાળો. તમારી એક ભૂલ કોઈનો જીવ લઈ શકે છે.