અધિકમાસ પૂનમ નિમિત્તે પીઠડ માતાજીના સાનિધ્યમાં આસ્થા અને આરાધનાનો અનોખો સંગમ

અંજાર: સનાતન હિંદુ ધર્મમાં વિશેષ મહત્ત્વ ધરાવતા પવિત્ર અધિકમાસ (પુરુષોત્તમ માસ) દરમિયાન ભક્તિ, જપ, તપ, દાન અને સત્સંગના કાર્યોનું અનેરું મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. આ પાવન અધિકમાસની સુદ પૂનમના અવસરે અંજારના લોલાડીયા પીઠડીયા પરિવાર દ્વારા શ્રી પીઠડ માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
કુટુંબ ના જીતેશભાઈ પીઠડીયા ના જણાવ્યા મુજબ પ્રસંગોપાત માતાજીને ફૂલો અને આભૂષણો થી શણગાર કરવામાં આવ્યો હતો.
સત્સંગકાર્યક્રમ ના અંતર્ગત સાંજે કુટુંબની માતાઓ અને બહેનો દ્વારા પરંપરાગત રીતે પ્રાચીન સંસ્કૃતિ ની સાથે માતાજીની સ્તુતિ અને જયઘોષ વચ્ચે યોજાયેલા ગરબામાં બહેનોએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.
ત્યારબાદ શ્રી પીઠડ માતાજીની મહાઆરતી યોજાઈ હતી. આરતીમાં ભાઈઓ, બહેનો, વડીલો તેમજ બાળકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના ચરણોમાં શ્રદ્ધા અર્પણ કરી હતી. આરતી દરમિયાન મંદિર પરિસરમાં ધર્મ અને સંસ્કૃતિનો અલૌકિક માહોલ સર્જાયો હતો. ભક્તોએ માતાજીના દર્શન તથા આરતીનો લાભ લઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આરતી પૂર્ણ થયા બાદ સર્વે ભક્તોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પરિવારજનોમાં એકતા, ધાર્મિકતા અને સંસ્કારોનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.
આ આયોજનને સફળ બનાવવા માટે પરાગભાઈ પીઠડીયા, મનસુખભાઈ પીઠડીયા, હેમલભાઈ પીઠડીયા, જીતેશભાઈ પીઠડીયા, હાર્દિકભાઈ પીઠડીયા, મેહુલભાઈ પીઠડીયા, પીયૂષભાઈ પીઠડીયા, કૃણાલ પીઠડીયા તથા ભવ્ય પીઠડીયાએ જહેમત ઉઠાવી હતી.
અધિકમાસની પવિત્ર પૂનમ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમોએ ભક્તોમાં ધર્મ, ભક્તિ અને માતાજી પ્રત્યેની આસ્થાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. 🚩🙏
જય પીઠડ માતાજી 🚩