દિલ્હીમાં ઈમારત ધસવાની દુર્ઘટના: છનાં મોત
copy image

દિલ્હીના સાકેત વિસ્તારમાં શનિવારે પાંચ માળની ઈમારત ધસી પડતાં સર્જાયેલી દુર્ઘટનામાં રવિવારે ચાર લોકોનાં મોત નિપજ્યા હતાં. સૂત્રો દ્વારા મળતી મુજબ ઘાયલ થયેલા અન્ય 10 લોકોને એઈમ્સનાં ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયા હતા, જેમાંથી ત્રણની હાલત ગંભીર છે. દક્ષિણ દિલ્હીના નાયબ પોલીસ કમિશનર અનંત મિત્તલે જણાવ્યું હતું કે, જ્યાં કાટમાળ પડયો, ત્યાં તબીબી છાત્રોની એક કેન્ટીન હતી. પોલીસ અને બચાવ ટુકડીએ 12 લોકોને કાટમાળમાંથી કાઢયા હતા. હજુ પણ કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે.