કચ્છના અંતરિયાળ ગામોમાં આરોગ્ય સેવા થઈ પહોંચતી, અદાણી ફાઉ.નો માનવીય સ્પર્શ

કચ્છ જેવો વિશાળ અને વિસ્તરેલા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિ અને સુવિધાઓનો અભાવ આજે પણ એક મોટો પડકાર છે. આવા સમયમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા લેવામાં આવતો આરોગ્ય પહેલો સામ્ય જીવનમાં આશાનો કિરણ પુસ્વાર થઈ રહી છે.
અદાણી હોસ્પિટલ, મુન્દ્રા અને જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજના સહયોગથી જિલ્લા ના વિવિધ તાલુકાઓમાં સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી આરોગ્ય નિદાન તથા સારવાર કેમ્પોનું આયોજન કરીને ગામડાં સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પહોંચાડવામાં આવી રહી છે.
આ કેમ્પોમાં આખ, બાળરોગ, દાંત, હાડકાં, સ્ત્રીરોગ અને જનરલ ફિઝિશિયન જેવા ક્ષેત્રોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ગામે જ તપાસ અને સારવાર કરવામાં આવી હતી, દર્દીઓને તેમની આરોગ્ય સ્થિતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, નિશુલ્ક દવાઓ આપવામાં આવી અને જરૂર મુજબ આગળની સારવાર માટે હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા.
11 ગામો, 1350. દર્દીઓ-અસરકારક આરોગ્ય સેવાઓ:
એપ્રિલ અને મે 2026 દરમિયાન મુન્દ્રા, અંજાર, દયાપર અને ખાવડા વિસ્તારના કુલ 11 અંતરિયાળ ગામોમાં આરોગ્ય કેમ્પો યોજાયા જેમાં મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા, લુણી, રામણીયા, ગેલડા, વાઘુરા, અંજારના તાલુકામાં વીરા, ભલોટ, દયાપર સાઈટ ખાતે દેશલપુર-ગુતલી, ઉગેડી, ખાવડા સાઈટ ખાતે નાના અને મોટા બાંધા. આ કેમ્પોમાં કુલ મળી 1350થી વધુ ગ્રામજનોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો, જે ગ્રામ્ય આરોગ્ય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રગતિ દસાવેિ છે.
આ વિષે અદાણી પોર્ટ્સના એક્સિક્યુટિવ ડિરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહે જણાવ્યું હતું કે અદાણી ફાઉન્ડેશનનીઆ પહેલો માત્ર સારવાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગ્રામ્ય સમાજમાં આરોગ્ય જાગૃતિ, વિશ્વાસ અને જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે. અમારો ઉદ્દેશ કચ્છના દૂરદરાજ વિસ્તારોમાં પહોંચતી આ સેવાઓ એક સ્વસ્થ અને સશક્ત સમાજ નિર્માણ તરફ લઈ જવાનો છે.આ પહેલમાં જિલ્લા અને તાલુકા આરોગ્ય વિભાગ, ગ્રામ પંચાયતો, સરપંયશ્રીઓ અને સ્થાનિક આગેવાનોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો સાથે સાથે, અદાણી હાઉન્ડેશન દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓ સાથે લાભાર્થીઓને જોડવાનું કાર્ય પણ સક્રિય રીતે કરવામાં આવ્યું.
માત્ર કેમ્પ પૂરતી મર્યાદા નહીં રાખતા, ફાઉન્ડેશન દ્વારા મુા, લખપત, ખાવડા અને અબડાસા વિસ્તારમાં આવેલા Health Sub Center, PHC તથા CHC ને આરોગ્ય સાધન સહાય અને નિષ્ણાત ડોક્ટર સેવા દ્વારા મજબૂત બનાવવામાં આવી રહ્યા છે.કચ્છના અંતરિયાળ ગામોમાં આિોગ્ય સે વા થઈ પહોંચતી, અદાણી ફાઉ.નો માનવીય સ્પર્શ