માંડવી વિસ્તારમાં 1.57 લાખનો શરાબનો જથ્થો ઝડપાયો
copy image

માંડવી વિસ્તારમાં મોટા પાયે શરાબ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પોલીસને સંયુક્ત રીતે બાતમી હકીકત મળી કે માંડવીના કોડાય વિસ્તારમાં રેહતો એક ઈસમ પોતાની કબજાની આઇસર ગાડી માં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ભરીને કોડાયથી માંડવી તરફ જવાનો છે.દરમ્યાન પોલીસે રેડ પાડી તપાસ કરતાં ટેમ્પામાંથી અલગ અલગ બ્રાન્ડની 143 બોટલ, અલગ-અલગ કંપનીના 240 બિયર ટીન અને 196 શરાબના ક્વાર્ટરિયા કુલ રૂ; 1.57 લાખના મુદ્દામાલ તેમજ આઇસર ટેમ્પોના સહિત આરોપી ઇસમને ઝડપી પાડ્યો હતો. આ બનાવ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.