મુન્દ્રામાં સર્જાયેલ અકસ્માતમાં 6 કલાકની લડત બાદ મૃતકોના પરિવારને ન્યાય મળ્યો

મુન્દ્રા સ્થિત એક્ટિવ કાર્ગો મૂવર્સ કંપનીમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા

મૃતકોના પરિવારજનોને ન્યાય અપાવવા મુસ્લિમ યુવા કૉર કમિટી ક્ચ્છ અને સમાજના આગેવાનોએ 6 કલાક સુધી અડગ રજૂઆત કરી

કંપનીના જવાબદાર અધિકારીઓ ભુજ આવીને પરિવારજનોને મળ્યા અને તેમની તમામ વાજબી માંગણીઓ સ્વીકારી લીધી

મૃતકોના પાર્થિવ દેહ ભુજ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. કમિટીએ સ્પષ્ટ કર્યું હતું કે લેખિત બાંહેધરી અને યોગ્ય વળતર વિના દેહ સ્વીકારવામાં આવશે નહીં

આ લડતમાં મોહસીન હિંગોરજા, મોહંમદભાઈ લાખા, અનીશભાઈ જુણેજા, વસીમ બાવા, ઇમરાન નોડે, વસીમ બાવા સૈયદ, રિયાઝ ચાકી, એડવોકેટ હનીફભાઈ જત, શબીર દુરીયા, જાવેદ કુંભાર, અલી ખલીફા, ઈકબાલ ખલીફા, મૌલાના હુસેન સહિતના આગેવાનો જોડાયા હતા

ઇમરાન હાજી સલીમ જત એ મધ્યસ્થી તરીકે મહત્વની ભૂમિકા ભજવી

કંપની દ્વારા માંગણીઓ સ્વીકારાતા મામલો સુખદ રીતે ઉકેલાયો અને પરિવારજનોએ પાર્થિવ દેહ સ્વીકાર્યા