જવાહરનગર નજીક બે ટ્રક અથડાતાં એક યુવાનનું અકાળે મોત
copy image

ભુજ તાલુકાના જવાહરનગર નજીક જતી ટ્રકમાં પાછળથી આવતી ટ્રક ભટકાતાં પાછળની ટ્રકના ચાલક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ ગાંધીધામની સિક્સ સિગ્મા લોજિસ્ટિક નામની ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરનાર ચાલકનું ગત તા 2/6ના વહેલી સવારે મોત નીપજ્યું હતું. તે ટ્રક લઈને ભચાઉ બાજુ જઈ રહ્યો હતો દરમ્યાન તે જવાહરનગર નજીક ઓવરબ્રિજ પાસે પહોંચતા આગળ જતીના ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ આવતી ટ્રક વાહનમાં ભટકાઈ હતી જેમાં આ વાહનના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ લઈ ખસેડતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધવાઈ હતી.