ગૌ-વંશ માસના ગુના કામેના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ.

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોડર રેન્જ ભુજ તથા મે પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડો.વિશ્વા શાહ સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ પશુઓની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ઇસમો તથા ગેરકાયદેસર ચાલતા ગૌવંશ કતલખાનાઓ તેમજ ગૌવંશના માસના વેચાણની બદીને નેસ્તનાબુદ કરવા તેમજ ગૌવંશના માસના ગુનાઓ કામે નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય,જે સુચના અન્વયે ભુજ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.ર.નં-૦૪૦૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ-૨૯૯,૩૨૫.૫૪ તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૭ ની કલમ-૫(૧-એ).૬(બી.૮(૨).૮(૪),૧૦ તથા પશુ-પ્રત્યેઘાતકીપણુ અટકાવવાની કલમ-૧૧(૧)(એલ) તથા ધી ગુજરાત પોલીસ એકટ ૧૯૫૧ ની કલમ-૧૧૯ મુજબના ગુના કામે પોતાની ધરપકડ ટાળવા સારૂ આરોપી હુસૈન ઇસ્માઇલ ઓઢેજા રહે-રતિયા તા-ભુજવાળો નાસતો ફરતો હોઇ તેને પકડી પાડવા ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.આર.નકુમનાઓની સુચના & માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમા હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે હુસૈન ઇસ્માઇલ ઓઢેજા કોડકી ચાર રસ્તા હાજર છે. જેથી તુરંત જ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ કોડકી ચાર રસ્તા જઇ વર્ક આઉટ કરી બાતમી હકીકત વાળા ગૌ-વંશ માસના આરોપીને પકડી પાડી ઉપરોકત ગુના કામે પુછપરછ કરી અટક કરવામાં આવેલ છે. અને સદર ગુના કામેની આગળની તપાસ પો.સબ.ઇન્સ. એચ.આર.મોરીનાઓ ચલાવી રહેલ છે.
પકડી પાડેલ આરોપી:-
(૧) હુસૈન ઇસ્માઇલ ઓઢેજા ઉવ.૩૬ રહે-ગામ રતીયા તા-ભુજ.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:-
ઉપરોકત કામગીરીમાં ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.આર.નકુમ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.એચ.આર.મોરી તથા એ.એસ.આઇ.ઉમેશભાઇ એસ.બારોટ તથા પો.હેડ.કોન્સ. રાજુભા એસ.જાડેજા, યુવરાજસિંહ ડી.જાડેજા, લાખાભાઇ એન.બાંભવા, દશરથભાઇ એચ.ચૌધરી, કૈલાશભાઇ કે.ચૌધરી, મામદભાઇ કુંભાર તથા કિરણભાઈ એન.ચૌધરીનાઓ જોડાયેલ હતા.