ભચાઉ તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના ૯ કેન્દ્રો પર સંચાલકની હંગામી ધોરણે નિમણૂક કરાશે
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના કુલ-૦૯ કેન્દ્રો પર સંચાલકની હંગામી
કરારના ધોરણે વર્ષ ૨૦૨૬-૨૭ માટે નિમણૂંક કરવાની થાય છે. મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રમાં વોંધ ડુંગર
વિ સ્તાર પ્રાથમિક શાળા , સુરજબારી પ્રાથમિક શાળા, (ખડીર) પ્રાથમિક શાળા, ગણેશપર (ખડીર) પ્રાથમિક
શાળા, ચેરીયાવાંઢ પ્રાથમિક શાળા, માધવપુર(માય) પ્રાથમિક શાળા, નંદગામ પ્રાથમિક શાળા, વેરશીવાંઢ(ખડીર)
પ્રાથમિક શાળા, ગોકુલગામ પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે.
નિયત નમૂનામાં અરજી મામલતદાર કચેરી, મધ્યસ્થ સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર, ભચાઉ ખાતેથી
જાહેરરજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન મળી શકશે તેમ મામલતદારશ્રી ભચાઉની અખબારી
યાદીમાં જણાવાયું છે.