NEET વિવાદમાં વધુ એક વિદ્યાર્થિનીએ ફાંસો ખાધો

copy image

copy image

દેશભરમાં ચકચારી બનેલા NEET UG 2026 પેપર લીક અને પરીક્ષા રદ થવાના મામલાએ હવે એક વિદ્યાર્થિનીનો ભોગ લીધો છે. મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના નવગઠિત જિલ્લા મઉગંજના મગનિયા ગામમાં NEETની તૈયારી કરી રહેલી એક તેજસ્વી વિદ્યાર્થિની આકાંક્ષા ચતુર્વેદીએ પોતાના ઘરમાં ફાંસી લગાવીને જીવનરેખા ટૂંકાવી લીધી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે અને પીડિત પરિવાર ઊંડા સદમામાં છે. પરિવારજનોના જણાવ્યા મુજબ , તાજેતરમાં લેવાયેલી પરીક્ષામાં આકાંક્ષાને 650 જેટલા સારા માર્ક્સ આવવાની પૂરી આશા હતી અને તે ડૉક્ટર બનવાની ખૂબ નજીક હતી. પરંતુ પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ થતાં તે ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનમાં સુસાઈડ નોટ: ‘મેં તમને બરબાદ કરી દીધા…’ ઘટનાસ્થળેથી પોલીસને એક અત્યંત ભાવુક સુસાઈડ નોટ મળી આવી છે. આકાંક્ષાએ લખ્યું હતું કે  “સોરી મમ્મી-પપ્પા, તમને ભરોસો હતો કે તમારી દીકરી ભણીને ડૉક્ટર બનશે, પણ હવે ફરીથી NEETની પરીક્ષા આપવાની મારામાં હિંમત નથી. મેં આપ બંનેને બરબાદ કરી દીધા. બીજી વખત પરીક્ષા સારી જ જશે, તેની કોઈ ગેરંટી નથી.”