કચ્છમાં ખુલ્લા મંચ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધી ૨૩૫૧ જેટલા હુકમો અર્પણ કરાયાં ભુજ ખાતે ‘ઓપન હાઉસ’ કાર્યક્રમમાં અરજદારોની વિવિધ ૧૨૩ માંગણીના હુકમો જિલ્લા કલેકટર રેમ્યા મોહને સોંપ્યા

રાજય સરકારના લોકાભિમુખ વહીવટ અભિગમ અંતર્ગત ભુજમાં ચોથા શુક્રવારે આયોજિત ખુલ્લામંચ કાર્યક્રમ દ્વારા જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના હસ્તે બિનખેતી સહિતની ૧૨૩ જેટલી વિવિધ માંગણીઓના કેસોના હુકમો અરજદારોને રૂબરૂ બોલાવી સોંપવામાં આવ્યાં હતા.ભુજની કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા ‘ઓપન હાઉસ’ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઓપન હાઉસના કાર્યક્રમના માધ્યમથી અરજદારોના કામોનો સરળતા સાથે પારદર્શક રીતે નિરાકરણ લાવવાનો રાજય સરકારનો અભિગમ રહેલો હોવાનું જણાવી સરકારની વિવિધ યોજના વિશે પ્રકાશ પાડ્યો હતો. વધુમાં ઓનલાઇન માંગણીઓ સંદર્ભે અરજદારોને કોઇ મુશ્કેલી જણાય તો રૂબરૂ રજૂઆત કરવા અનુરોધ કર્યો હતો. આ તકે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને અરજદારોના પ્રતિભાવો મેળવવામાં આવ્યાં હતા. આજે ઓપન હાઉસમાં અપાયેલા ૧૨૩ જેટલાં વિવિધ માંગણીઓના અપાયેલા મંજૂરી હુકમોમાં ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવા માટેની માંગણીઓના હુકમો ઉપરાંત મીઠા ઉદ્યોગ માટે ભાડા પટ્ટે જમીન આપવા તથા ભાડાપટ્ટા રીન્યુ કરવા, સરકારી કર્મચારી-અધિકારીઓને રહેણાંકના હેતુ માટેના પ્લોટના હુકમો, શૈક્ષણિક સંસ્થાઓને જમીન ફાળવણીના હુકમો, ઔદ્યોગિક હેતુ માટે જમીન ફાળવણીના હુકમો, ગણોતધારાની કલમ-૮૯-૮૯(ક)ના હુકમો, ખેતીની જમીનમાં રહેલા માપણી વધારા નિયમિત કરવાના હુકમો, સરકારી જમીન વિન્ડફાર્મ માટે ફાળવવાના હુકમો અને ગેટકોના જીઇબીના હુકમોનો સમાવેશ કરાયો હતો.આ સાથે દર માસના બીજા અને ચોથા શુક્રવારે જિલ્લા કલેકટરના અધ્યક્ષપદે યોજાતાં ઓપન હાઉસ કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં ૨૩૫૧ જેટલાં હુકમો અરજદારોને રૂબરૂ બોલાવી જિલ્લા કલેકટરશ્રી દ્વારા અર્પણ કરવામાં આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *