Skip to content
એલ.સી.બી. સ્ટાફ મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા માટે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હકીકત મળેલ કે, અંબીકા પેટ્રોલપંપ ગાંધીધામથી ડીઝલ ભરેલ ટેન્કરમાંથી પ્રાગપરથી અદાણી પોર્ટ તરફ જતા નાના કપાયા ગામના રોડની બાજુમાં આવેલ આશાપુરા એન્ટરપ્રાઇઝનામની ઓફીસના દીવાલ બંધ ગ્રાઉન્ડમાં ખાલી ટેન્કર રાખેલ હોય તે જગ્યાએ ડીઝલ ભરેલુ ટેન્કર લાવી ટેન્કરમાં મોટર વળે બાયો ડીઝલ એક ટેન્કરમાંથી બીજા ટેન્કટરમાં ગેરકાયદેસર રીતે ભરી ગેરકાયદેસર રીતે વેંચાણ થતુ હોવાની ચોકકસ બાતમી આધારે એલ.સી.બી.ની ટીમે રેડ કરતા બે ઇસમો (૧)લક્ષ્મણ ગેલાભાઇ રાજગોર, રહે.આદીપુર, તા.ગાંધીધામ તથા (ર)લાલબાબુ સ/ઓ રામજતન રાય, રહે.હાલે નાના કપાયા, આશાપુરા સોસાયટી, તા.મુંદરાવાળા મળી આવેલ જેઓ બંન્ને ટેન્કર ચાલક અંબીકા પેટ્રોલપંપના માલીક ચીરાગભાઇ અગ્રવાલના કબ્જાના ટેન્કરો નં.GJ-12-Y-6923 તથા GJ-03-V-9690 વાળામાંથી જનરેટર ઇલેકટ્રીક મોટર વિગેરે સાધનોની મદદથી બાયો ડીઝલ એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં ભરી વેંચાણ કરતા હોય જે સબંધે બાયો ડીઝલ નિયત જગ્યાએ નહી મોકલી ચોરી-છળકપટથી મેળવી આધાર પુરાવા વગર વેંચાણ કરતા મળી આવતા બંન્ને ઇસમોના કબ્જામાંથી નીચે મુજબનો મુદામાલ સી.આર.પી.સી. કલમ – ૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ. ટેન્કર રજી નં.GJ-12-Y-6923, કિ.રૂા.૧૦,૦૦,૦૦૦/- ટેન્કર રજી નં.GJ-12-Y-6923, માં ભરેલ બાયો ડીઝલ લી.૩૦૦૦, કિ.રૂા.૧,૮૯,૦૦૦/- ટેન્કર રજી નં.GJ-03-V-9690, કિ.રૂા.૧૦,૦૦,૦૦૦/- ટેન્કર રજી નં. GJ-03-V-9690, માં ભરેલ બાયો ડીઝલ લી.૭૦૦૦, કિ.રૂા.૪,૪૧,૦૦૦/- બાયો ડીઝલ ભરવા ઉપયોગમાં લીધેલ જનરેટર તથા ચાલીસ મીટર વાયર, કિ.રૂા.૪૫,૦૦૦/- ઇલેકટ્રીક મોટર, કિ.રૂા.૫,૦૦૦/- લોખંડનુ ખાલી બેરલ, કિ.રૂા.૦૦/૦૦ પ્લાસ્ટીકનુ પાઇપ આશરે ર૦ ફુટ, કિ.રૂા.૧,૦૦૦/- એમ કુલે કિ.રૂા.૨૬,૮૧,૦૦૦/- નો મુદામાલ ઉપરોકત બંન્ને સામાવાળાઓએ ચોરી છળ કપટથી મેળવી એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં સાધનો વળે ખાલી કરી છુટક વેંચાણ કરતા આધાર પુરાવા વગર મળી આવતા બંન્નેને સી.આર.પી.સી. કલમ – ૪૧(૧)(ડી) મુજબ ધરપકડ કરી મુંદરા પો.સ્ટે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.