ગુજરાત મળ્યા નવા DGP:1993 બેચના IPS જી. એસ. મલિક તાત્કાલિક અસરથી સંભાળશે DGP પદ
copy image

ગુજરાત રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરીને અમદાવાદ શહેરના વર્તમાન પોલીસ કમિશનર (CP) જ્ઞાનેન્દ્ર સિંહ મલિક (જી. એસ. મલિક) ને ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા એટલે કે DGP તરીકે નિયુક્ત કર્યા છે.મળતી માહિતી મુજબ શનિવાર 6 જૂન 2026ના રોજ ગાંધીનગર સચિવાલય ખાતેથી ગૃહ વિભાગ દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગૃહ વિભાગના નોટિફિકેશન મુજબ, 1993 બેચના વરિષ્ઠ આઇપીએસ (IPS) અધિકારી જ્ઞાનેન્દ્ર સિંહ મલિકની આ ખાલી પડેલી કેડર પોસ્ટ પર તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલના આદેશથી આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ઇનચાર્જ રાજ્ય પોલીસ વડા તરીકે સેવા આપતા કે.એલ.એન. રાવ ટૂંક સમયમાં નિવૃત્ત થઈ રહ્યા હોવાથી, આ મહત્વપૂર્ણ બદલી અને બઢતી સાથે હવે ગુજરાતને કાયમી અને પૂર્ણકાલીન DGP મળ્યા છે.1993ની બેચના સિનિયર IPS અધિકારી જી. એસ. મલિક પોતાના 32 વર્ષના લાંબા અને પ્રશંસનીય કાર્યકાળમાં અનેક મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. અમદાવાદના સફળ પોલીસ કમિશનર તરીકેની સરાહનીય કામગીરી બાદ, હવે તેઓ આખા રાજ્યના પોલીસ તંત્રની કમાન સંભાળશે. મલિક સાહેબની આ બઢતીને પગલે હવે અમદાવાદના નવા પોલીસ કમિશનર કોણ બનશે, તેના પર સૌની નજર મંડાયેલી છે.