અદાણી તેમજ વિવિધ કંપનીઓ દ્વારા ખેડૂતોની ફળદ્રુપ તેમજ બાગાયતી જમીનોમાં હેવી વીજ લાઈનો ના નાખવા બાબતે કલેકટરને આવેદન પત્ર પાઠવાયું

અદાણી તેમજ વિવિધ કંપનીઓ દ્વારા ખેડૂતોની ફળદ્રુપ તેમજ બાગાયતી જમીનોમાં હેવી વીજ લાઈનો ના નાખવા બાબતે કલેકટરને આવેદન પત્ર પાઠવાયું જેમાં જણાવાયુ હતું કે નખત્રાણા તાલુકા ના દરેક ખેડૂતો દ્વારા ભારતીય કિસાન સંઘ ની માનસર અરજ છે કે અદાણી તેમજ વિવિધ કંપની ઓ દ્વારા સોલાર તેમજ વિન્ડ ફાર્મ દ્વારા વીજ ઉત્પાદન કરી કચ્છ બહાર વીજ સપ્લાય કરે છે તેના માટે હેવી વીજ લાઈનો ખેડૂતોના બાગાયત તેમજ ફળદ્રુપ જમીનોમાંથી પસાર કરવામાં ના આવે તેવી નખત્રાણા તાલુકાના દરેક ખેડૂતોની માંગ છે આપ શ્રી ને વિનંતી છે કે ટાવર લાઈનો રણ તેમજ પડતર જમીનમાંથી પસાર કરવામાં આવે જો ખેડૂતોની ફળદ્રુપ જમીનો વીજ ટાવર લાઈનો માટે ઉપયોગ કરવામાં આવશે તો ખેડૂતોમાં ખૂબ નારાજગી થશે અને ના છૂટકે ખેડૂતો આંદોલનના માર્ગે જશે તેના માટે આપ શ્રી ને આ બાબતને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી