ભારતીય માનક બ્યુરો અને FOKIAના સંયુક્ત ઉપક્રમે ગાંધીધામ ખાતે એમએસએમઈ મીટ યોજાઈ

ભારતીય માનક બ્યુરો (BIS), ગાંધીધામ શાખા કાર્યાલય, ઉપભોક્તા બાબતો વિભાગ, ઉપભોક્તા બાબતો મંત્રાલય,
ભારત સરકાર અને ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિઆ)ના સંયુક્ત ઉપક્રમે ઔદ્યોગિક ગુણવત્તા
અને સ્પર્ધાત્મકતા વધારવામાં માનકોની ભૂમિકા વિષય પર અર્ધ-દિવસીય સેમિનાર અને એમએસએમઈ મીટનું
આયોજન ગાંધીધામ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ ઉદ્યોગોમાંથી આશરે 60 જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. શ્રી સંતોષ ગોયલ, ફોકિઆ એક્ઝિક્યુટિવ કમિટી સભ્ય અને ડિરેક્ટર, શ્રીજી લિક્વિડ સ્ટોરેજ ટર્મિનલ્સ પ્રા. લિ. એ ફોકિઆ વતી સ્વાગત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, વિકસતા ઉદ્યોગ ક્ષેત્રમાં ગુણવત્તા માનકોનું મહત્વ વધી રહ્યું છે. તેમણે ઉત્પાદનની ગુણવત્તા, સ્પર્ધાત્મકતા અને ટકાઉ ઔદ્યોગિક વિકાસમાં માનકોની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ભારતીય માનક બ્યુરોના અધિકારીઓએ વિસ્તૃત તકનીકી સત્રો યોજ્યા. શ્રી ઋતુરાજ સિંહ,
સાયન્ટિસ્ટ-E અને હેડ, ગાંધીધામ શાખા, શ્રી સુદીપ્ત કુમાર, જોઇન્ટ ડિરેક્ટર , ગાંધીધામ શાખા અને શ્રી વિશાલ
ગોદારા, આસિસ્ટન્ટ ડિરેક્ટર, ગાંધીધામ શાખાએ માનક ઓનલાઈન પોર્ટલની સુધારેલી માર્ગદર્શિકાઓ, BIS
સર્ટિફિકેશન સ્કીમ (ISI માર્ક), પ્રમાણન પ્રક્રિયા, ખર્ચ માળખું અને એમએસએમઈને ઉપલબ્ધ છૂટની વિગતો આપી.
શ્રી પુનિત નાથવાણી, સ્ટાન્ડર્ડ્સ પ્રમોશનએ કાર્યક્રમનું સંચાલન કર્યું અને BISની વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી
આપી. સેમિનારમાં ક્વોલીટી કંટ્રોલ ઓર્ડર્સ, નિયમનકારી અનુપાલન અને ડિજિટલ સોલ્યુશન્સ જેવા વિષયો પર
વિસ્તૃત ચર્ચા થઈ. ઉદ્યોગ પ્રતિનિધિઓએ વ્યવહારુ મુશ્કેલીઓ અને પ્રમાણન પ્રક્રિયા અંગે પ્રશ્નોત્તર સત્રમાં સક્રિય ભાગીદારી દર્શાવી. પૂર્વ કચ્છની અગ્રણી લાર્જ, મધ્યમ અને એમએસએમઈ કંપનીઓના પ્રતિનિધિઓએ પણ ચર્ચામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું કાર્યક્રમના અંતે ઉપસ્થિત ઉદ્યોગોના સભ્યોએ BISની આ પહેલની ખૂબ સરાહના કરી અને ગુણવત્તા જાગૃતિ, સ્ટાન્ડર્ડાઇઝેશન તથા રાષ્ટ્રીય ગુણવત્તા વ્યવસ્થામાં ઉદ્યોગોની વધુ ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો.
આખા કાર્યક્રમનું આયોજન ફોકિઆની ટીમ — શિવાની ભગત (સિનિયર એક્ઝિક્યુટિવ), વંદના વૈષ્ણવ (સિનિયર