સરકારને ઘેરવા વેરવિખેર વિપક્ષોની એકજૂટ

copy image

copy image

બંગાળમાં મમતા બેનર્જીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસની અને તામિલનાડુમાં દ્રમુકની હાર સહિતની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે મોદી સરકારને ઘેરવા માટે સોમવારે ઈન્ડિયા જોડાણની બેઠક યોજાશે. મળતી માહિતી મુજબ એક તરફ તૃણમૂલ કોંગ્રેસ, દ્રમુક જેવા જોડાણમાં મજબૂત મનાતા વિપક્ષો ચૂંટણી હારી ગયા છે, દ્રમુકે બેઠકનો બહિષ્કાર કર્યો છે અને આમ આદમી પાર્ટીએ  પણ પક્ષ ઈન્ડિયાનો ભાગ નથી તેવું જણાવ્યું હતું. એ જોતાં 23 વિપક્ષો સાથે મળીને વેરવિખેર વિપક્ષને એકજૂટ કરવાનો વ્યાયામ કરશે. આ બેઠક પહેલાં રવિવારે મમતા બેનર્જી  અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. તૃણમૂલના બે કટકા થઇ જવાની હદ સુધી વકરેલા આંતરિક વિદ્રોહ વચ્ચે મમતા  પર સૌની નજર છે. બીજી તરફ, સાંસદ સંજયસિંહે મોટું એલાન કરતાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી `ઈન્ડિયા’ જોડાણનો ભાગ નથી..  સૂત્રો જણાવે છે કે, ડીએમકેએ હાલમાં બેઠકથી પોતાને દૂર રાખ્યા છે અને હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે.  કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદ જયરામ રમેશે જણાવ્યું હતું કે, 23 રાજકીય પક્ષોએ ઈન્ડિયા જોડાણની બેઠકમાં ભાગ લેવાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે, કેટલાક પક્ષો પોતાના કારણોસર આ ખાસ બેઠકમાં હાજરી આપી શકતા નથી, પરંતુ તેઓ મોદી સરકારની નીતિઓ અને પ્રથાઓનો પણ એટલો જ વિરોધ કરે છે. જયરામ રમેશે આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકારની નીતિઓ લાખો લોકોના મતદાન અધિકારોને અસર કરી રહી છે, બંધારણ પર સતત હુમલા થઈ રહ્યા છે અને વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા માટે તપાસ એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.