ભચાઉના શ્રમિકના બાળક માટે ટ્રેક્ટરના પૈડાં બન્યા કાળ સમાન
copy image

ભચાઉના તાલુકાના ચોપડવા નજીક રેલવે પાટા પાસે શ્રમિકના બાળક (ઉ.વ. 3) ઉપર ટ્રેક્ટરના પૈડાં ફરી વળતાં મુત્યું નીપજ્યું હતું. સૂત્રો માંથી માહિતી મળતા આ યુવાન ચોપડવાની સીમમાં રેલવે પાટા પાસે ફાઉન્ડેશનનું કામ કરતા અને બાજુમાં જ તંબુમાં રાત્રિરોકાણ કરતા હતા તે દરમ્યાન ગતસાવરે શ્રમિકનો સૌથી નાનો દીકરો ટ્રેક્ટર પાસે રમી રહ્યો હતો ત્યારે વાહનના ચાલકે વાહન ચાલુ કરી દેતાં અને આગળ લેતા બાળક પૈડા નીચે આવી ગયો હતો.તે દરમ્યાન મહિલા બાળકને બચાવવા જતાં તેમને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળકને સારવાર માટે લઇ જવાતાં ફરજ આપતા તબીબે તેને મૃત જાહેર કર્યું હતું. વાહનના ચાલક સામે ગુનો નોંધાયો હતો અને બનાવ અંગેની વધુ તપાસ પોલીસે હાથધરી છે.