પાકિસ્તાનમાં હિંસક પ્રદર્શન; 11 મોત

copy image

copy image

પાકિસ્તાનના કબજાના કાશ્મીરમાં પોલીસ અને એક પ્રતિબંધિત પ્રદર્શનકારી સમૂહના સભ્યો વચ્ચે થયેલા હિંસક ઘર્ષણમાં ઓછામાં ઓછા 11 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ડઝનેકને ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ આ બનાવ રાવલકોટ શહેરમાં બન્યો હતો. જેનાથી પૂરા વિસ્તારમાં સ્થિતિ ખૂબ જ તણાવ ભરેલી બની હતી. રાવલકોટના શીર્ષ નાગરીક અધિકારી, મશિનર સરદાર વહીદે જણાવ્યું હતું કે, હિંસામાં ત્રણ સામાન્ય નાગરીકોએ જીવ ગુમાવ્યો છે અને 40 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા અલગ નિવેદનમાં પુષ્ટિ કરવામાં આવી હતી કે હિંસામાં ચાર પોલીસ કર્મચારીનાં મૃત્યુ થયાં હતાં અને 23 કર્મચારીને ઈજા પહોંચી હતી. હિંસક ઘર્ષણ આવામી એક્શન કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના એક દિવસ પહેલાં બન્યું હતું.