કચ્છ પશ્ચિમ વન વિભાગની નખત્રાણા(પૂર્વ) રેન્જના મોજે. નિરોણા ગામે બિનઅધિકૃત દબાણ દુર કરવા બાબત.

કચ્છ પશ્ચિમ વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળની નખત્રાણા (પૂર્વ) રેન્જના નિરોણા ગામે આવેલ
૬૭૬૬.૨૫ હે. જમીનને સચિવાલય ગાંધીનગરના ગેઝેટ નોટીફીકેશન:- AKH/140-79/FLD-16791-
87507-P-2. તા.૨૨/૦૮/૧૯૭૯ થી અનામત જંગલ તરીકે જાહેર કરવામાં આવેલ. આ જમીન પૈકીના
નિરોણા ભાગ-૧ ૧૬૮૦.૭૪ હે. જમીનમાં નિરોણા ગામના ખેડૂતો તથા આજુ બાજુના ગામના લોકો
દ્વારા અંદાજીત ૩૦૦ હેક્ટર જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અંદાજીત છેલ્લા ૩૦ વર્ષથી બિન-અધિકૃત
ખેતી વિષયક દબાણ કરેલ હતું. જે દબાણ દુર કરવા આજ રોજ તા.૦૮/૦૬/૨૦૨૬ના દબાણ હટાવવાની
કામગીરી ડો.ધીરજ મિત્તલ, વન સંરક્ષકશ્રી, કચ્છ વન વર્તુળ, ભુજ તથા શ્રી એચ.જે.ઠક્કર, નાયબ વન
સંરક્ષક, કચ્છ પશ્ચિમ વન વિભાગ, ભુજના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષકશ્રી, કચ્છ પશ્ચિમ વન
વિભાગ, પરિક્ષેત્ર વન અધિકારીશ્રી, નખત્રાણા(પૂર્વ) રેન્જ, નખત્રાણા(પશ્ચિમ) રેન્જ, માંડવી રેન્જ તથા
ભુજ(પશ્ચિમ) રેન્જ અને કચ્છ પશ્ચિમ વન વિભાગનો કુલ સ્ટાફ-૬૫ તથા પોલીસ વિભાગનો કુલ સ્ટાફ-
૬૫ સ્ટાફ સાથે મળી ૨૦-જે.સી.બી. મશીન અને ૧૫-ટ્રેકટર જેવા સાધનો દ્વારા ૩૦૦ હેક્ટર
વિસ્તારમાંથી દબાણ દુર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. આ ઝુંબેશમાં કચ્છ પશ્ચિમ જીલ્લા
પોલીસ તંત્ર તથા કચ્છ જીલ્લા વહીવટી તંત્રનો સહયોગ મળેલ છે. તા.૦૮/૦૬/૨૦૨૬ ના રોજ ૧૮૦
હેક્ટર વિસ્તારમાં દબાણ દુર કરેલ છે. અન્ય બાકી રહેતા દબાણગ્રસ્ત વિસ્તારમાંથી તા.૦૯/૦૬/૨૦૨૬
સુધીમાં દબાણ દુર કરવામાં આવશે. સદર વિસ્તારમાં દબાણ દુર થયા બાદ આગામી વર્ષ ૨૦૨૭-૨૮ના
વર્ષમાં નિરોણા અનામત જંગલ વિસ્તાર પૈકી ૩૦૭ હેકટર વિસ્તારમાં વાવેતરની કામગીરી હાથ ધરવામાં
આવશે.
વધુમાં, કચ્છ પશ્ચિમ વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળની નખત્રાણા (પૂર્વ) રેન્જના મંગવાણા રાઉન્ડના
મોજે. સાંયરા ગામે આવેલ સેક્શન-૪ની જમીન ૧૦૫.૭૩ હેક્ટર પૈકીની જમીનમાં સાંયરા ગામના ખેડૂતો
તથા આજુ બાજુના ગામના લોકો દ્વારા અંદાજીત ૨૦ હેક્ટર જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી બિન-
અધિકૃત ખેતી વિષયક દબાણ કરેલ હતું. જે દબાણ દુર કરવાની કામગીરી તા.૦૩/૦૬/૨૦૨૬ થી
૦૬/૦૬/૨૦૨૬ દરમ્યાન કરવામાં આવેલ હતી.
તેમજ કચ્છ પશ્ચિમ વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળની દયાપર(ઉત્તર) રેન્જના ઘડુલી રાઉન્ડના
શિણાપર અનામત જંગલ વિસ્તારના ૮૮૪ હેક્ટર પૈકીના ૪૩૩ હેક્ટર પૈકીમાં ૧૦૦ હેકટર વિસ્તારમાં
ગેરકાયદેસર પ્રવેશ કરી બિન-અધિકૃત ખેતી વિષયક દબાણ કરેલ હતું. જે દબાણ દુર કરવાની કામગીરી
તા.૦૨/૦૬/૨૦૨૬ ના રોજ કરવામાં આવેલ હતી.

નાયબ વન સંરક્ષકશ્રી, કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા વન વિસ્તારની કોઈ પણ જમીનમાં દબાણ
ન કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવેલ છે. તેમ છતાં જો દબાણ કરવામાં આવશે તો તેઓ વિરુદ્ધ
નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે.