નર્મદા કેનાલમાં ભરુડીયા ગામ પાસે ગાબડું પડયું : જેને કારણે આજુબાજુ ના અનેક ખેતરોમા પાણી ફરી વળ્યા

અંગે વ્યાપક ફરીયાદો ઉઠેલ હોવા છતાં સરકાર કે સબંધીત તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી આજે રાપર ભચાઉ તાલુકાની વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં ભરુડીયા ગામ પાસે ગાબડું પડયું છે જેને કારણે આજુબાજુ ના અનેક ખેતરોમા પાણી ફરી વળ્યા છે આજે પરોઢિયે પડેલા આ ગાબડા વિશે કચ્છ કેર ન્યુઝ સાથે વાત કરતા ભરૂડિયા ગામના સરપંચ કરસનભાઈ હરિભાઈ આહિરે જણાવ્યું હતું કે, આટલું મોટું ગાબડું પડવા છતાંયે રિપેરીંગ કરવા માટે હજુ સુધી કોઈ નર્મદા યોજનાના અધિકારીઓ આવ્યા નથી પરિણામે દર કલાકે લાખો લીટર પાણી વહી રહ્યું છે કેનાલમા ગાબડું પડતાં ઉપર બનાવવામા આવેલ રોડની નીચેથી પાણી વહી રહ્યું છે એટલે આ માગંનું પણ ધોવાણ થઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે સતત વહેતા પાણીના ફ્લો ના કારણે કેનાલમાં મોટા ગાબડાની ચિંતા ગામ લોકોને છે એક તરફ કચ્છમા વરસાદ વગર લોકો અને પશુઓ પાણી વગર ટળવળી રહ્યા છે બીજી બાજુ માંડ માંડ નર્મદા કેનાલમાં પાણી નિયમિત થયું છે ત્યારે આ ગાબડાને કારણે દર કલાકે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *