અંજાર ખાતે રૂ. પાંચ કરોડના ખર્ચે બનનારા ‘જલભવન’નું રાજયમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે કરાયું ખાતમુહુર્ત

કચ્છના અંજાર ખાતે હયાત પાણી પુરવઠા વિભાગના કોમ્પલેક્ષમાં રૂ. પાંચ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ‘જલભવન’નું રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરના હસ્તે આજે ખાતમુહુર્ત કરાયું હતું.આ નવા જલભવનમાં અંજારની પાણી પૂરવઠા વિભાગની વર્તુળ કચેરી, વિભાગીય કચેરી, પેટા વિભાગીય કચેરી (સિવિલ) પેટા વિભાગીય કચેરી(યાંત્રિક), વાસ્મો કચેરી અને લેબોરેટરીનો સમાવેશ કરાશે તેવું ખાતમુહુર્ત પ્રસંગે ઉદ્દબોધનમાં જણાવાયું હતું.આજે ઐતિહાસિક અંજાર શહેરના જલસેવાનગર સ્થિત નવા જલભવનનું વિધિવત ખાતમુહુર્ત કરાવી ખાતમુહુર્તને સંબોધતા સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે, વર્ષો જૂનું અંજારનું સપનું પૂર્ણ થવા જઇ રહયું છે. કોર્પોરેટ ઢબના નિર્માણ પામનારા જલભવન કુલ પાંચ કચેરીઓનો સમાવેશ થઇ શકશે તેમ જણાવી તેમણે જલભવનમાં બેસીને માનવતાભર્યાં વ્યવહાર સાથે પાણી પુરવઠા વિભાગના જેવા મહત્વના કાર્યોને વધુને વધુ દીપાવવા આ તકે અનુરોધ કર્યો હતો.રાજયમંત્રીશ્રી આહિરે જૂના સંસ્મરણો વાગોળતાં પોતે જયારે રતનાલના સરપંચ હતા ત્યારે વ્યકિતગત પાણી પૂરવઠાના કામો માટે કેવી જહેમત ઉઠાવી હતી તેનું ઉદાહરણ આપી દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૮૦૦ કીમી દૂરથી કચ્છ અને નારાયણ સરોવર સુધી નર્મદાના નીર પહોંચાડવા લીધેલી જહેમત સહિત ટપ્પર ડેમને નર્મદા નીરથી ભરવાથી કચ્છને થયેલી રાહત સાથે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા નર્મદા યોજનાના સહિત કેનાલના કામો માટે અને ટપ્પર ડેમના નર્મદાના નીર ઠાલવી લીધેલા પગલાંનો ઉલ્લેખ કરી આજે ટપ્પર ડેમ કચ્છ માટે ઘણી રાહતરૂપ હોવાનું જણાવ્યું હતું.કચ્છમાં દુષ્કાળ દરમિયાન પણ પાણીની પરિસ્થિતિ સારી એવી જળવાઇ રહી છે, તેનો ઉલ્લેખ કરી તેમણે મા નર્મદાના નીર અને પાણી પૂરવઠા વિભાગની કામગીરીની પણ સરાહના કરી હતી. તેમણે બજેટમાં કચ્છ માટે બે ડીસેલીનેશન પ્લાન્ટ મંજૂર કરી દેવાયાનો ઉલ્લેખ કરી લોકોને પાણી બચાવવાનું ભારપૂર્વક આહ્વાન કર્યું હતું.આ પ્રસંગે રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરના ૬૨માં જન્મદિનની કેક કાપી અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કિશોરભાઈ, તેજસભાઈ મહેતા, હાજી અનવરશા બાપુ, બળદેવપુરી ગોસ્વામી સહિતના અંજારના આગેવાનોએ, અધિકારીઓએ, પદાધિકારીઓએ રાજયમંત્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભકામનાઓ પાઠવી હતી.આ પ્રસંગે અંજાર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી શંભુભાઈ આહિર અને અંજારના પ્રાંત અધિકારી ડો. વિજયભાઈ જોષીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં રાજયમંત્રીશ્રીને ૬૨માં જન્મદિનની શુભકામના આપતાં આજે જન્મદિને વૃક્ષારોપણ અને જલભવનના ખાતમુહુર્તના બે મહત્વના કાર્યો સંપન્ન કરાયાં હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચનમાં પાણી પૂરવઠા વિભાગના અધિક્ષક ઇજનેર શ્રી એલ.જે.ફુફલે ૧૯૭૨-૭૩માં બનેલી કચેરીઓની જગ્યાએ હવે આઠ માસની અવધિમાં ૧૦૦૦ ચો.મી.ના બાંધકામ સાથે કોર્પોરેટ ઢબના બનનારા જલભવનના નિર્માણ થકી પૂર્વ કચ્છનો પાણી પુરવઠા વધુ સુસજ્જ બનશે, તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે ભાજપના અધ્યક્ષ ગોવિંદભાઈ કોઠારી, અંજાર તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ ડાંગર, મહાદેવાભાઈ માતા, ડેનીભાઈ શાહ, ‘આડા’ના પૂર્વ ચેરમેન ભરતભાઈ શાહ, અંજાર ગોસ્વામી સમાજના કેશવપુરી ગોસ્વામી, મહામંત્રી અનિલગીરી, બાબુભાઈ એન.આહિર, મહામંત્રી લવજીભાઈ સોરઠીયા, મશરૂભાઈ રબારી, મોહનભાઈ મઢવી, કૃપાલસિંહ રાણા, મહાદેવાભાઈ બરાડીયા, અંજાર પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર પી.સી. ખયાણી, મદદનીશ ઇજનેર આર.એમ.સોલંકી, તાલુકા વિકાસ અધિકારી એ.જી.દેસાઇ, મામલતદાર શ્રી રાજગોર, શામજીભાઈ વસ્તાભાઈ આહિર,જીતુભાઈ મ્યાત્રા, ઉપેન્દ્રપુરી ગોસ્વામી,કાર્યક્રમનું સંચાલન ગોપાલભાઈ માતાએ જયારે જીડબલ્યુઆઇએલના કાર્યપાલક ઇજનેરશ્રી સી.બી.ઝાલાએ આભારદર્શન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *