નખત્રાણા બસ સ્ટેશન બન્યું ખાનગી વાહનોનું પાર્કિંગ ઝોન, એસટીના રસ્તા રોકાયા છતાં તંત્ર મૂક મૌન

image-139

નખત્રાણાના બસ સ્ટેશનમાં લોકો મન ફાવે તેમ ખાનગી વાહનો પાર્કિંગ કરવા રાખી જાય છે અને કલાકો સુધી પૂછા કરતા નથી. જેના કારણે ઘણી વખત એસટીને આવવા જવામાં પણ અવ્યવસ્થા થતી હોય છે.

ખાનગી વાહનો માટે નખત્રાણાનું બસ સ્ટેશન પાર્કિંગ કરવાનું કેન્દ્ર બન્યું છે. જાણે ખાનગી વાહનો ડબ્બો હોય તેમ હવે તોતિંગ વાહનો પણ બસ સ્ટેશનમાં મૂકી જવામાં આવી રહ્યા છે. છતાં એસટી તંત્રનું મૌન સૌને નવાઈ પમાડી રહ્યું છે.

મુસાફરોએ માંગ કરી છે કે બસ સ્ટેશનને ખાનગી વાહનો માટે નો એન્ટ્રી ઝોન જાહેર કરવામાં આવે અને તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે જેથી એસટીની અવરજવર સરળ બને અને મુસાફરોને હાલાકી ન પડે.